આજે માગશર માસનું મહાન આદ્રા નક્ષત્ર, આજથી ભગવાન શિવની લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી

આજે તારીખ 16/12/2024 સોમવારનાં રોજ માગશર માસનું મહાન આદ્રા નક્ષત્ર છે. આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી. એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી.

આ વખતે આ નક્ષત્ર તારીખ 16/12/2024નાં છે, માટે બધાંએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું એ દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ના શકાય એટલું મહત્વ છે. બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં 11,21,51, કે 108 દિપ અવશ્ય પ્રગટાવવા જોઈએ. આ દિવસે દિપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે.

આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે અવશ્ય શિવના દર્શન અને શિવનું પૂજન કરવું જોઈએ. બધાને આ મહાન આદ્રા નક્ષત્ર વિશે જાણ કરવી આ દિવસનું ખૂબ જ મહત્વ છે આની જાણ તમારાં દ્વારા જેટલાં લોકોને મળશે એટલી ભોળિયા નાથ એવા મારા મહાદેવની કૃપા તમારાં પર વધારે થશે.

હર હર મહાદેવ

Comments

Popular posts from this blog

हिन्दू धर्म में झाड़ू का मां लक्ष्मी के साथ क्या संबंध? जाने धार्मिक और सांस्कृतिक महत्व

Vagh Baras 2024: वाघ बारस उत्सव का इतिहास, महत्व और इसके पीछे की कहानी

हमारे प्राचीन भारत के 25 प्राचीन विश्वविद्यालय, भारत दुनियाभर में शिक्षा का सबसे बड़ा केंद्र हुआ करता था