Posts

Showing posts from December, 2024

આજે માગશર માસનું મહાન આદ્રા નક્ષત્ર, આજથી ભગવાન શિવની લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી

Image
આજે તારીખ 16/12/2024 સોમવારનાં રોજ માગશર માસનું મહાન આદ્રા નક્ષત્ર છે. આજે ખૂબ જ મહત્વનો દિવસ છે. આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે લિંગની સૌપ્રથમ પૂજા ભગવાન બ્રહ્મા વિષ્ણુએ કરી હતી. એ દિવસથી જ ભગવાન શિવના લિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ હતી. આ વખતે આ નક્ષત્ર તારીખ 16/12/2024નાં છે, માટે બધાંએ શિવ પૂજા કરવી શિવ દર્શન કરવા મંદિરે જવું એ દિવસે શિવલિંગના દર્શનનું કહી જ ના શકાય એટલું મહત્વ છે. બની શકે તો સમગ્ર શિવ પૂજા અર્ચના કરવી, આરતી કરવી, મહાદેવને પ્રસાદી અર્પણ કરવી અને મંદિરમાં 11,21,51, કે 108 દિપ અવશ્ય પ્રગટાવવા જોઈએ. આ દિવસે દિપ પ્રગટાવવાનું પણ ખૂબ જ મહત્વ છે. આ દિવસે શિવલિંગની પૂજા કરવાથી 100 મહાશિવરાત્રીની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે અવશ્ય શિવના દર્શન અને શિવનું પૂજન કરવું જોઈએ. બધાને આ મહાન આદ્રા નક્ષત્ર વિશે જાણ કરવી આ દિવસનું ખૂબ જ મહત્વ છે આની જાણ તમારાં દ્વારા જેટલાં લોકોને મળશે એટલી ભોળિયા નાથ એવા મારા મહાદેવની કૃપા તમારાં પર વધારે થશે. હર હર મહાદેવ